મિત્રો થોડાક દિવસ પહેલા એક એવી ઘટના બની હતી જેને સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. ગીર સોમનાથ જિલ્લામાં અંધશ્રદ્ધા રાખીને 14 વર્ષની માસુમ બાળકી ઉપર તાંત્રિક વિધિ કરીને બાળકીના સગા બાપે અને મોટા બાપુજી મળી રહે દીકરીનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસે દીકરીના પિતા અને મોટા બાપુજીની ધરપકડ કરી લીધી હતી. નવરાત્રીના દિવસોમાં બાળકીને વળગાટ છે. તેવું કહીને બંને દીકરીને વાડીએ લઈ ગયા હતા. ત્યાં સાત દિવસ સુધી એને ભૂખી અને તરસી રાખી હતી. એટલું જ નહીં પરંતુ બાળકીના શરીરમાં જીવડા પણ પડી ગયા હતા.
જેના કારણે માસુમ બાળકીનું રીબાઈ રીબાઈને મૃત્યુ થયું હતું. પોલીસે બંને આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે. ત્યારે આજે દીકરીના પિતાને પોતાના કરેલા કૃતિઓનો પસ્તાવો થતો હોય તેવું લાગી રહ્યું છે. મીડિયાના કહેવા મુજબ, પિતા ભાવેશભાઈ જણાવ્યું હતું કે તેમની દીકરી નાની હતી. ત્યારે તે મને કહેતી હતી કે પપ્પા હું મોટી થઈને ડોક્ટર બનીશ એને તમારું નામ રોશન કરીશ. તમારે અને મમ્મીને દવા લેવા માટે કાંઈ નહીં જવું પડે.
પોતાની દીકરીની આ વાત યાદ કરીને પિતા ભાવેશભાઈ ખૂબ જ રડીયા હતા. અત્યારે દીકરીને યાદ કરીને ભાવેશભાઈ ખૂબ જ પસ્તાવો કરી રહ્યા છે. દીકરી જ્યારે ઘરે આવતી ત્યારે તે તરત જ મને ભેટી પડતી હતી અને મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવીને મને તેના હાથે પાણી પીવડાવતી હતી. પરંતુ અચાનક જ દીકરીનું વર્તન બદલાઈ ગયું એટલે તેના પિતાને એવું લાગ્યું કે દીકરીને કાંઈક વળગ્યું છે.
જેથી પિતાએ પોતાના મોટાભાઈ સાથે મળીને દીકરી ઉપર તાંત્રિક વિધિ કરાવી હતી. તેમાં આજે પિતાએ પોતાની લાડલી દીકરીને ગુમાવી છે. આજે દીકરીને યાદ કરીને પિતા ખૂબ જ રડી રહ્યા છે. દીકરીના પિતાએ જેલમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ હવે તેનો કાંઈ મતલબ રહ્યો નથી.
પિતાની ભૂલના કારણે નાનકડી એવી દીકરી હવે દુનિયામાં નથી રહી. પિતાની એક ભૂલના કારણે દીકરીએ જોયેલા હજારો સપના તૂટી ગયા છે. દીકરી જે હાથે પિતાને પાણી પીવડાવતી હતી તે જ હાથે દીકરીને દર્દનાથ મૃત્યુ આપ્યું છે. દીકરીની માતા આજે દીકરીને દિવસ રાત યાદ કરીને રડી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment