જૂનાગઢમાં રાતોરાત માત્ર ત્રણ કલાકમાં દરગાહ તોડી નખાઇ, 800 થી પણ વધારે પોલીસ કર્મચારીઓ હાજર…

Published on: 3:03 pm, Mon, 11 March 24

જુનાગઢ શહેરના તળાવ દરવાજા સ્થિત ધાર્મિક સ્થળોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે મધ્યરાત્રીએ મહાનગરપાલિકાના કમિશનર ની કડક કામગીરી સામે આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સ્થળનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અન્ય ત્રણ ધાર્મિક સ્થળોનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે શનિવાર અને રવિવારની વચ્ચે જૂનાગઢમાં અધિકારીઓ મોટી પોલીસ ફોર્સ સાથે બુલડોઝર સાથે દરગાહ ને તોડી પાડવા આવ્યા હતા અને આ દરગાહ ઉપરાંત અલગ અલગ જગ્યાએ બનેલા બે ગેરકાયદેસર મંદિરો પણ દૂર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર દરગા ને તોડવાની કામગીરી લગભગ રાત્રે બે વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી જે સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી અને મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં લગભગ 1000 પોલીસ કર્મચારીઓ તેના જ કરવામાં આવ્યા હતા

જેમને દરગાહથી લગભગ 300 થી 400 મીટર દૂર બેરીકેટીંગ કરીને સમગ્ર વિસ્તારને કોડન કરી દીધો હતો.દરગાહ ને તોડી પાડ્યા બાદ આ વિસ્તારમાં પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને કોઈપણ ખોટી પરિસ્થિતિને પોચી વળવા માટે પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે

અને એવું કહેવાય છે કે જૂનાગઢના તળાવ દરવાજા પાસે આવેલી આ દરગાહ લગભગ બે દાયકા જૂની હતી. આ દરગાહ રસ્તાની વચ્ચોવચ આવેલી હતી જે ધીરે ધીરે મોટી થતી ગઈ. અગાઉ પણ ઘેર કાયદેસર રીતે બનેલી આ દરગાહ ને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ સ્થાનિક લોકોના વિરોધના કારણે તેઓએ આ પગલાં પાછા ખેંચવા પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જૂનાગઢમાં રાતોરાત માત્ર ત્રણ કલાકમાં દરગાહ તોડી નખાઇ, 800 થી પણ વધારે પોલીસ કર્મચારીઓ હાજર…"

Leave a comment

Your email address will not be published.


*