હાલમાં રાજ્યમાં ચમત્કારી બનાવ સર્જાયો છે જેમાં દાહોદ જિલ્લામાં એકાએક જ શિવાલયમાં મોટી ભીડ જોવા મળી હતી. કારણ કે શિવાલયમાં નંદી ની મૂર્તિ પાણી પીવે છે તે વાત આખા જિલ્લામાં વાયુવેગે ફેલાઈ હતી જેથી શિવ મંદિરમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.
દાહોદ જિલ્લામાં વર્ષો પહેલાથી ગણેશજીની પ્રતિમા દૂધ પીવે છે તેવી વાતો વહેતી થતાં મંદિરો તેમજ ઘરે-ઘરે ભાવિકો ગણેશજીની પ્રતિમાને દૂધ પીવડાવવા આવતા હતા. કોઈ કારણોસર પ્રતિમાઓમા દૂધ તો સારું હતું ત્યારે સ્વાભાવિક રીતે ઘટના કોઈ શ્રદ્ધા સાથે જોડાયેલી છે
તેથી ફરીવાર શનિવારે બપોર બાદ આ ઘટના બની હતી જેને લઇ સમગ્ર દાહોદ જિલ્લામાં અનેરો માહોલ સર્જાયો હતો.શનિવારે બપોર બાદ એકાએક જ એવી ચર્ચા શરૂ થઈ હતી કે શિવ મંદિરમાં પ્રસ્થાપિત નંદીની પ્રતિમા પાણી પી રહી છે.
જેથી જિલ્લામાં નાના મોટા તમામ શિવાલયોમાં ભક્તો પાણી લઈને દોડ્યા હતા અને નંદીની પ્રતિમા અને ચમચી વડે પાણી પીવડાવવા લાગ્યા હતા. શિવાલયોમાં ભક્તો ના ટોળા ને ટોળા ભેગા થઇ ગયા હતા. સોશિયલ મીડિયામાં આ વાત ફેલાઈ જતા ગામડે ગામડે અને ઘરે ઘરે વાત પહોંચી જતાં નાના મોટા મંદિરોમાં ભારે ભીડ જામી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment