એક જ દિવસે બે સગા ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું : બાઈક પર જઈ રહેલા બે સગા ભાઈઓને રસ્તામાં નડ્યો અકસ્માત – બંનેના મૃત્યુ…

Published on: 5:32 pm, Tue, 8 March 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના સોમવારના રોજ સવારના સમયે યુપીના બુલંદશહેર જિલ્લામાં બની હતી.

મળતી માહિતી અનુસાર પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને એક બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે સગા ભાઇઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંને ભાઈઓના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ઔરંગાબાદ વિસ્તારના ઇલના ગામની છે. રૂંથા ગામના 24 વર્ષીય જ્ઞાની અને 22 વર્ષીય જીતુ બંને સગા ભાઈઓ છે. બન્ને ભાઈઓ કોઈ કામ માટે બાઈક પર જઈ રહ્યા હતા.

આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ભાંગીને ભૂકો થઇ ગઇ હતી. ઘટના બન્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનામાં બંને ભાઈઓના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

પરિવારજનોને આ સમાચાર મળતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ગામના લોકોમાં પણ શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

મૃત્યુ પામેલા બન્ને ભાઈઓ એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. બંને ભાઈઓની થોડાક દિવસ પહેલાં જ પ્રાઇવેટ કંપનીમાં નોકરી લાગી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક જ દિવસે બે સગા ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું : બાઈક પર જઈ રહેલા બે સગા ભાઈઓને રસ્તામાં નડ્યો અકસ્માત – બંનેના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*