હાઈકોર્ટે રાજ્યમાં મહામારીને ધ્યાનમાં લઈને સુઓ મોટો પર આજે સુનાવણી કરી છે. ગુજરાત હાઇકોર્ટ ઓક્સિજનની અછતને લઇને રૂપાણી સરકાર અને તંત્ર ની જોરદાર ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટ એએમસીને ટકોર કરીને કહ્યું કે અન્ય કોર્પોરેશન દ્વારા રિયલ ટાઇમ હોસ્પિટલ બેડ નો ડેટા આપવામાં આવે છે.
તો તમે કેમ નથી આપતા અને એએમસી શું કઈ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે તેવું તેઓ એ પૂછ્યું હતું. હાઇકોર્ટ એએમસીને કહ્યું કે તમે સ્વીકારો છો કે રાજ્ય સરકાર આ સ્થિતિને સંભાળવા નિષ્ફળ ગઈ છે.
રાજ્ય સરકારની પોલીસી પ્રમાણે કોર્પોરેશન કામ કેમ નથી કરી રહ્યું અને 108 માટે 48 કલાક રાહ કેમ જોવી પડે છે. શું પોલિસીમાં કઈ ખામી છે ?
ત્યારે કોર્પોરેશન તરફથી વકીલ મિહિર જોશી એ જવાબ આપ્યો છે કે તંત્રની પોલિસીમાં ખામી નથી, એમ્બ્યુલન્સ વધારવાની જરૂર છે.
હાઈકોર્ટે રૂપાણી સરકારને ટકોર કરતાં કહ્યું કે, 21 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ ની પ્રક્રિયા શરૂ કરવાની હતી, તેઓ હજુ સુધી રાજ્ય સરકારની વાત માની કેમ નથી અને તેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકારને જવાબ આપ્યો કે.
અમે તેઓને એપેડેમિક એકટ હેઠળ લઈશું. અમે તેઓને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ. હાઇકોર્ટ ટકોર કરતા કહ્યું કે રિક્વેસ્ટ શા માટે કરો છો આદેશ કરો અને તેમની સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment