સી.આર.પાટીલ નું મહત્વ નું નિવેદન સામે આવ્યું, કહ્યું કે પાટીદારના હાથમાં ડંડો શોભે, ઝાડુ કેવી રીતે…

સુરતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મોટી ઊથલપાથલ ચાલી રહી છે. ત્યારે ભાજપે મોટું ઓપરેશન પાર પાડયું છે. આજરોજ પાટીદાર આગેવાન ધીરુ ગજેરા ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત અગાઉ પણ ધીરુ ગજેરાએ કહ્યું હતું કે કોંગ્રેસ તરફથી હું 3 વિધાનસભા અને 1 લોકસભા ની ચૂંટણી હાયો છું.

ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા મિત્રોએ ઘર વાપસી કરવા મને આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત અગાઉ ધીરુ ગજેરા એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં ઉમેદવારોને સંગઠનથી લઈને કોઈ સહકાર નથી મળતો.

ઉપરાંત સુરતમાં ધીરુ ગજેરા ના સ્વાગત કાર્યક્રમમાં સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે પાટીદાર ના હાથમાં ડંડો શોભે, ઝાડુ કેવી રીતે પકડી શકાય. અત્યારે કેટલાક લોકો નીકળી પડ્યા છે પણ એ તો સમયે ખબર પડશે.

ભાજપના નેતા ધીરુ ગજેરાની રાજકીય સફર ની વાત કરીએ તો ધીરુભાઇ ગજેરા નો મૂળ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધીરુભાઇ ગજેરા સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી તરફથી 1995 માં સુરત ઉત્તર ની બેઠક પર ચૂંટણી લડયા હતા.

પહેલી ચૂંટણીમાં ધીરુભાઈ ગજેરા ને સુરત શહેરની બેઠક પર જીત મળી હતી. ત્યારબાદ ધીરુભાઈ ગજેરા 1998 અને 2002 માં પણ સુરત શહેરની ઉત્તર બેઠક તી વિધાનસભા પહોંચ્યા હતા.

આ ઉપરાંત 2002 પછી કેશુભાઈ અને નરેન્દ્ર મોદી વચ્ચે ના ગજગ્રાહમાં ધીરુભાઇ ગજેરા ને પાર્ટી સાથે અણબનાવ થયા હતા. ત્યાર પછી 2007 પહેલા ધીરુભાઈ ગજેરા કોંગ્રેસમાં જોડાયા હતા. અને 2007માં ધીરુભાઈ ગજેરા વિધાનસભાની ચૂંટણીમાં સુરત ઉત્તર બેઠક પર હાર્યા હતા.

આ ઉપરાંત 2009 ની લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને તેઓને હાર મળી હતી. તેમજ 2012 અને 2017 માં પણ ધીરુભાઈ ગજેરા વરાછા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને હાર મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*