ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટીની એન્ટ્રીની થઈ જાહેરાત, ભાજપ અને કોંગ્રેસને વધશે ટેન્શન…

Published on: 8:09 pm, Sat, 24 July 21

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ખૂબ જ વધારે ઊથલપાથલ ચાલી રહી છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બધી પાર્ટીઓ ગુજરાતમાં પોતાનો ગઢ જમાવવા માંગે છે. સૌપ્રથમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એન્ટર થયા ત્યાર બાદ મમતા બેનરજી ની પાર્ટી અને હવે વધુ એક પાર્ટી ની એન્ટ્રી થશે.

મળતી માહિતી મુજબ ગુજરાતમાં આદિવાસી આગેવાનોની BTP ધારાસભ્યએ બેઠક બોલાવી હતી. આ સમગ્ર બેઠક ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના મુદ્દાને લઈને યોજવામાં આવી હતી.

જેમાં મળતી માહિતી મુજબ છોટુભાઈ વસાવાની પાર્ટી BTP 100 થી વધુ સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે. તેવો દાવો મહેશ વસાવા દ્વારા કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું કે ગુજરાત રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ આદિવાસીઓ માટે લડતા નથી. આ ઉપરાંત તેમને કહ્યું કે અમે આદિવાસીઓના હક માટે લડીશું અને જીતશું.

આ ઉપરાંત BTP ના ધારાસભ્ય મહેશ વસાવા જાહેર કર્યું કે અમે ગુજરાત અને યુપી, બિહારમાં પણ ચૂંટણી લડશે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોઈએ તો આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ દિવસેને દિવસે વધારી રહી છે.

મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસ થી નારાજ થનારા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આમ આદમી પાર્ટી તરફથી જબરદસ્ત ટક્કર મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટીની એન્ટ્રીની થઈ જાહેરાત, ભાજપ અને કોંગ્રેસને વધશે ટેન્શન…"

Leave a comment

Your email address will not be published.


*