આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર અનામત આંદોલન સક્રિય થતા રાજ્યમાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો અને જેના કારણે અનેક આંદોલનકારીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા કેસો પાછા ખેંચવા માટે
સામાજિક સંસ્થાઓ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યો પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી.રાજકોટમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા માટે મોટું નિવેદન આપ્યું હતું.
પાટીલે નિવેદન આપતા કહ્યું કે પાટીદાર આંદોલનમાં કેટલાક કેસો રદ કરવામાં આવ્યા છે ત્યારે જ કેસ પરત નથી ખેંચાયા તે પણ આગામી સમયમાં પરત ખેંચવામાં આવશે.તેમને વધુમાં જણાવતા કહ્યું કે 78 જેટલા કેસો પરત લેવાની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્યમાં વિધાનસભાની 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય થઈ રહ્યો છે. પોતાની એકતા દેખાડી રહો છે. પાટીદાર સમાજ સામાજીક સંસ્થાઓમાં આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પાછા ખેંચવાની માંગ ઉગ્ર બનતી જઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment