ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષ તડામાર તૈયારી કરી રહ્યું છે અને આ તમામ તૈયારીઓ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવી તેવી અટકળો પણ ચાલી રહી છે.
જોકે આ બધા વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે મહત્વનું નિવેદન આપ્યું છે.હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષના કયા માસ અને કઈ તારીખે યોજાશે તે અંગે અટકળો તેજ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષમાં અન્ય પાંચ રાજ્યોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે મુદ્દે સ્પષ્ટતા કરતાં ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને પંજાબ
સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી તેના નિયત સમયે એટલે કે 2022 ના ફેબ્રુઆરી માસમાં યોજાશે પરંતુ આ રાજ્યો સાથે ચૂંટણી યોજાય તેવી શક્યતા ઓછી છે.
ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરે દિલ્હીમાં ભાજપ કારોબારીની બેઠક યોજાઇ હતી. આ બેઠક વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કોરોના બાદ આ પેલી કાર્યકારિણીની બેઠક હોવાથી કોરોના થી મૃત્યુ પામેલા નેતાને શ્રદ્ધાંજલિ આપી ને બે મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment