સુરતમાં ઉતરાણ બ્રિજ નજીક ગેરેજની બહાર પાર્ક કરેલી 3 કારમાં અચાનક આગ લાગી હતી, વાહનોના માલિકનો આક્ષેપ છે કે…

Published on: 1:47 pm, Sat, 13 November 21

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઉતરાયણ બ્રિજ નજીક રોડ ઉપર પાર્ક કરેલી 3 કારમાં અચાનક વહેલી સવારે આગ લાગે ઉઠી હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાર પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

કારમાં આગ લાગી જવાના કારણે ત્રણેય વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને ગેરેજના માલિકનો આક્ષેપ છે કે કારમાં આગ લગાવવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઇને ગેરેજના માલિકનું કહેવું છે કે આ કૃત્ય સામે ના કોમ્પ્લેક્ષના રહીશો નું છે.

આ ઉપરાંત કહ્યું કે મારા ગેરેજ ની બહાર પાર્ક કરેલા વાહનોની લઈને અનેક વાર કોમ્પ્લેક્સના લોકોએ પાલિકામાં અરજી કરી મારા પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે.

આ સમગ્ર ઘટનાને લઇને ગેરેજના માલિકનું કહેવું છે કે શુક્રવારના રોજ સવારે પણ કાર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખા દિવસમાં ત્રણ વખત કાળ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ વહેલી સવારે ગાળ સળગાવવામાં સફળ રહ્યા હોવાનું આક્ષેપ કર્યો છે.

આ સમગ્ર ઘટનાને લઇને ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી હતી. કાર પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્રણ કાર સળગી જતા લાખોનું નુકસાન થયું છે.

આ સમગ્ર ઘટનાને લઈને ફાયરના એક ઓફિસરે જણાવ્યું કે લગભગ આજરોજ વહેલી સવારે સવા છ વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ત્રણ કારમાં આગ લાગી હતી. લગભગ દસ મિનિટમાં પાર પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં ઉતરાણ બ્રિજ નજીક ગેરેજની બહાર પાર્ક કરેલી 3 કારમાં અચાનક આગ લાગી હતી, વાહનોના માલિકનો આક્ષેપ છે કે…"

Leave a comment

Your email address will not be published.


*