ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે એવી અટકળો ચાલી રહી છે.આ અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મોટી જાહેરાત કરી છે.
તેમને કહ્યું કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી નિયત સમયે એટલે કે 2022 ના ફેબ્રુઆરી માસમાં યોજાશે પણ ગુજરાતની ચૂંટણી રાજ્યો સાથે યોજવાની કોઈ યોજના નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં તેના નિયત સમયે થશે. સી.આર.પાટીલ આ નિવેદનના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.
તેમને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કારોબારીની બેઠક ગઇકાલે 7 નવેમ્બરે રાષ્ટ્રીય અધ્યક્ષની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મળી હતી.
આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પણ હાજર રહ્યા હતા અને ગુજરાત ભાજપમાંથી સી આર પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સાંસદ રમીલાબેન જોડાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment