આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરાઓને ટિકિટ અપાશે તેવું ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ ના નિવેદન બાદ ભાજપમાં અંદરો અંદર ધમાલ થઈ હતી.રૂપાણી સરકાર ની વિદાય બાદ આંતરિક રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે પાટીલે નિવેદન કરી બળતામાં ઘી હોમ્યું હતુ.
ભાજપમાં અંદરો અંદર વધારે ધમાલ ન થાય તે ભીતિને પગલે આખરે સીઆર પાટીલે પલટી મારી એવી સ્પષ્ટતા કરવી પડી કે જુના ધારાસભ્યોને બદલવાની વાત જ નથી. આ નિવેદનને પગલે બે થી વધુ ટર્મથી ચૂંટાનારા અને 65 થી વધુ વયના ધારાસભ્યો ચિંતામાં મુકાયા હતા.
સિનિયર ધારાસભ્ય અને તેમના સમર્થકોમાં પાટીલ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠયો હતો. સિનિયર ધારાસભ્યોના પતા કાપવાના મનસૂબા ને પગલે ભાજપમાં હંડકપ મચ્યો છે ત્યારે આ મુદ્દે કમલમ સુધી નહીં પણ દિલ્હી સુધી પડઘા પડ્યા હતા.
સુરતમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરવી પડી કે, મારે કહેવાનો મતલબ એ હતો કે 182 માંથી 112 બેઠકો ભાજપ પાસે છે તે આધારે અમારે નવા 70 ચેહરાઓ શોધવા પડશે.112 ધારાસભ્યો પૈકી થોડા ઘણા રિટાયર્ડ પણ થશે તે પ્રમાણે 100 નવા ચેહરા આવશે પરંતુ હાલ જે ધારાસભ્યો છે તેમને બદલવાની વાત જ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment