દશેરા નિમિત્તે આજે નવી સરક્ષણ કંપનીઓ દેશને અર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સંરક્ષણ મંત્રાલય દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ કાર્યક્રમને તેઓ સંબોધિત પણ કરશે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
સાત નવી સરક્ષણ કંપનીઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી કાર્યાલય જણાવ્યું કે,સરકારે આત્મનિર્ભરતા સુધારવાના પગલાના ભાગરૂપે OFB ને એક જ વિભાગમાંથી સાત સંપૂર્ણ માલિકીની સરકારી કોર્પોરેશન માં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. દેશની સંરક્ષણ સજ્જતાએ નિર્ણય કર્યો છે.
ભારતીય સેનાને મજબૂત કરવા માટે દેશની સાત સરક્ષણ કંપનીઓ સૈનિકો માટે ફાઈટર પ્લેનથી પિસ્તોલ બનાવશે.આ કંપનીઓને ત્રણેય સેવાઓ અને અર્ધલશ્કરી દળો પાસેથી 65000 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે.
આ કંપનીઓ દારૂગોળો અને વિસ્ફોટકો,વાહનો,હથિયારો અને સાધનો, લશ્કરી સુવિધા ની વસ્તુઓ, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ગેયર,પેરાશૂટ અને આનૂશંગિક ઉત્પાદનોનું ઉત્પાદન કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!