રાજદ્રોહના કેસ અંગે હાર્દિક પટેલને કોર્ટે આપી મોટી રાહત? જાણો સમગ્ર અહેવાલ…

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં સેશન્સ કોર્ટમાંથી મોટી રાહત આપી છે. હવે હાર્દિક પટેલને એક વર્ષ સુધી રાજ્યની બહાર જવા માટે કોર્ટની પૂર્વ પરવાનગી નહીં લેવી પડે. જામીનની શરતોમાં સુધારો કરવા માટે હાર્દિક પટેલે અરજીને પગલે કોર્ટ હુકમ કર્યો છે.

હાર્દિક પટેલ રાજદ્રોહ ના કેસમાં કોર્ટની પૂર્વ પરવાનગી વિના રાજ્યના છોડી શકે નહીં તે પ્રકારની જામીનની શરતમાં સુધારો કરવા માટે હાર્દિક પટેલે કોર્ટને અરજી કરી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતી મુલાકાતે આવ્યા હતા. તો હવે આવતીકાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે સુરત આવશે.

ત્યારે સુરતના પાટીદાર સમાજના મોટા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતી મુલાકાતે આવ્યા હતા.

તો હવે આવતીકાલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે સુરત આવશે. ત્યારે સુરતના પાટીદાર સમાજના મોટા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતા છે.

સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે સુરત શહેરમાં ભાજપ માં સાડાચાર લાખથી પણ વધારે પ્રાથમિક સભ્યો છે. તમામ કાર્યકરો પાર્ટી સાથે જોડાયેલા છે. તેના કારણ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 80 બેઠક હતી તે વધીને 93 બેઠક થાય.

ચૂંટણી પહેલા ચૂંટણી નું પરિણામ આવ્યા બાદ ભાજપના અમુક કાર્યકરોની જરૂરિયાતો પૂરી ન થયો એટલે યુવા કાર્યકર્તાઓ ભાજપ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ છે. તેમણે કહ્યું કે કોઈ પણ કાર્યકરો આપમાં જોડાયા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*