કપાસના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો, જાણો આજનો ઊંચો કપાસનો ભાવ.

કપાસની બજાર માં અત્યારે હાલમાં આવક ઘટીને સાવ તળિયે બેસી ગઇ છે. દરવાજાની 70 હજાર ગાંસડી ની આવક થઈ રહી છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના આંકડા પર નજર કરીએ તો 15 માર્ચ સુધીમાં 3.10 કરોડ ગાંસડીની આવક થઈ ચૂકી છે.

આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટકમાં કપાસની આવક ઓછી થઈ ગઈ છે અને ભારતમાં કપાસનો સ્ટોક હવે 10 થી 12 ટકા જેટલો રહી ગયો છે. વિજય સોની બજાર વિશે વાત કરીએ તો ત્યારે અમેરિકામાં જે ન્યૂયોર્ક વાયદો ચાલે છે.

તો તેમાં પણ 10 ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. ન્યૂયોર્ક વાયદા પ્રમાણે જે વાયદો 95 સેન્ટ સુધી હતો તે હાલ ઘટી ને 87 સેન્ટ સુધી પહોંચી ગયો છે. તેના લીધે અમેરિકાની બજારમાં ચારથી પાંચ દિવસમાં મંદીનો માહોલ સર્જાયો છે

જેની સીધી અસર ભારતની બજારોમાં દેખાય છે.હાલની પરિસ્થિતિ જોતા અને અત્યારે કપાસના ભાવ ના આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે કપાસના ભાવમાં સામાન્ય વધારો જોવા મળે તેવું લાગી રહ્યું છે.

અત્યારે કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં લોકડાઉન પણ લગાડી દેવામાં આવ્યું છે. જો સરકાર ફરી વખત લોકડાઉન કરશે તો કપાસના ભાવ ઘટી જતા જરા પણ વાર નહિ લાગે.

બોટાદ માર્કેટ યાર્ડ માં આજે કપાસનો ભાવ સૌથી ઊંચો 1400 બોલાયો હતો.કપાસના ભાવ ની વાત કરીએ તો રાજકોટ 1140 થી 1340,અમરેલી 795 થી 1325,જસદણ 1125 થી 1180,બોટાદ 1151 થી 1400.

મહુવા 905 થી 1260,ગોંડલ 1021 થી 1331,કાલાવડ 1000 થી 1254,જામનગર 1050 થી 1303,બાબરા 1050 થી 1372,જેતપુર 1200 થી 1355,મોરબી 1100 થી 1307 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*