સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા વધતા મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર લેવાયો મહત્વનો નિર્ણય, આ વસ્તુ પર લાગ્યો સંપૂર્ણ રીતે પ્રતિબંધ.

201

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મંગળવારના રોજ રાજ્યસરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં વધતા કોરોના કેસો ને લઈને 17 માર્ચ 2021 થી રાજ્યના ચાર મહાનગરોમાં કરફ્યુનો સમય બદલીને રાત્રી ના 10 થી સવારના 6 સુધીનો કરવામાં આવ્યો છે.

અને આ કરફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.મહાનગર પાલિકા દ્વારા BRTS અને ST બસ ને લઇને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.થોડાક દિવસ થી સુરત શહેરમાં સતત વધી રહેલા.

કેસના કારણે મહાનગરપાલિકા દ્વારા કેટલાક કઠિન નિર્ણયો લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં શાળા અને કોલેજોને ઉપરાંત ટ્યુશન ક્લાસીસ માં પણ ઓફલાઈન શિક્ષણ બંધ કરીને.

ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત શહેરમાં સતત કેસો વધી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા કઠિન નિર્ણય લઇ રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા સરસાણા ખાતે આવેલાં નેચર પાકને પ્રવાસીઓ માટે સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બીજો આદેશ ન થાય ત્યાં સુધી નેચર પાર્ક હવે બંધ રહેશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે અને મહાનગર પાલિકા કમિશનર ને પણ સૂચના આપી દેવામાં આવી છે કે કમિશનરને યોગ્ય નિર્ણય લેવા માટેની છૂટ પણ આપી દેવામાં આવી છે.

જરૂરી પગલાં લેવા માટે ની છૂટછાટ અપાઇ છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિન નો જથ્થો ઉપલબ્ધ છે. આથી રસીની અછતના બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!