ગુજરાત રાજ્યના આ માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીના ભાવ માં થયો તોતિંગ વધારો,જાણો આજના અનેક એપીએમસી ના ભાવો

રાજ્યમાં આજનો સૌથી વધારે કપાસ નો ભાવ નર્મદા જિલ્લાના માર્કેટયાર્ડમાં બોલાયો હતો. આની સાથે મગફળીનો સૌથી વધારે ભાવ જૂનાગઢના માંગરોળ માર્કેટયાર્ડમાં બોલાવ્યો હતો. ચોખાનો વધુ ભાવ ખેડાના માતરમાં, ઘઉં નો સૌથી વધુ ભાવ દાહોદની માર્કેટયાર્ડમાં બોલાયો હતો. રાજુલામાં બાજરીનો, પાટણના સિદ્ધપુરમાં જુવારનો વધારે ભાવ બોલાવ્યો હતો. કપાસ અને મગફળીના ભાવમાં વધારાના કારણે ખેડૂતોને ખૂબ જ સારો લાભ થઈ શકે છે.

નર્મદા જિલ્લામાં કપાસ નો ભાવ 3800 થી 5150, માંગરોળમાં મગફળી નો ભાવ 5250 થી 5375, ચોખા નો ભાવ ખેડા ના માતરમાં 1810 થી 1850, ઘઉં નો સૌથી વધુ ભાવ દાહોદમાં 1700 થી 1925, અમરેલીના રાજુલામાં બાજરી નો ભાવ 1000 થી 1610 અને પાટણના સિદ્ધપુરમાં જુવાર નો ભાવ 3000 થી 3955 બોલાયો હતો.

કૃષિ અને મૂલ્ય આયોગની ભલામણ બાદ કેન્દ્ર સરકાર અમુક ભાગ માટે વાવણી પહેલા જ લઘુત્તમ ટેકાના ભાવ ની જાહેરાત કરે છે. જેનાથી ખેડુતોને એવો વિશ્વાસ આપવાનો પ્રયાસ થાય છે કે બજારમાં ભાવ ઘટશે તો પણ તેમના પાકનું સરકારે નક્કી કરેલું મૂલ્ય જ મળશે.

આવી જાહેરાતથી સરકારે ખેડૂતોને નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*