રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા કોર્પોરેટરની પત્નીની ફરિયાદના આધારે રાજપરા પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર નામદેવ દવેએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ શહેરમાં ચકચાર મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર જ્યારે કોર્પોરેટરે ગળાફાંસો ખાધો ત્યારે ઘરમાં તેમની પત્ની અને પુત્ર હાજર ન હતા. આ ઘટનાની જાણ થતાં જ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ ફુલદીપ સિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, કલ્પેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપના કોર્પોરેટરના ઘરે દોડી આવ્યા હતા.
જ્યારે આ ઘટના બની ત્યારે કોર્પોરેટરની ઘરની આસપાસ રહેતા લોકોએ તેમને તાત્કાલિક રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ક્યાં હાજર ડોક્ટરોએ કોર્પોરેટરને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી ઉપરાંત નામદેવ દેવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ મૃતદેહને પરિવારજનોને સોંપણી કરી હતી.
આ સમગ્ર ઘટનાને લઇને કોર્પોરેટરની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેટર એ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment