ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોનાવાયરસ મહામારીનો કહેર યથાવત છે ત્યારે રાજ્યના અમદાવાદ અને રાજકોટ શહેરમાં કોરોના ને લઈને મહત્વપૂર્ણ રાતના સમાચાર સામે આવ્યા છે.રાજ્યના અમદાવાદ અને રાજકોટ શહેરમાં ગંભીર પ્રકારના કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલ શહેરની ખાનગી કોરોના હોસ્પિટલોમાં દર્દીઓનો પણ ઘટાડો થઈ રહ્યો છે.રાજ્યમાં હાલમાં પોઝિટિવ કેસો ની સંખ્યા યથાવત જોવા મળી રહી છે. ગંભીર પ્રકારના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રને હાલમાં રાહત મળી છે.
અમદાવાદ શહેરના લોકોના માટે રાહતના સમાચાર છે કે,હાલમાં શહેરમાં ગંભીર પ્રકારની કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં ખાનગી હોસ્પિટલમાં 891 બેડ ખાલી છે અને આઇસીયુ વેન્તીલેટર માં હાલ 97 દર્દીઓ સારવાર હેઠળ છે.અને સિવિલમાં 230 દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજકોટ શહેરમાં કોરોના ને લઈને સારા સમાચાર એ છે કે મૃત્યુ આંખ બાદ કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બે મહિના બાદ 100 ઓછા પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 97 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોના ના કેસ ઘટવાથી ખાલી બેડ ની સંખ્યામાં વધારો થયો છે હાલ રાજકોટમાં કોરોનાના બેડની સ્થિતિ જોઈએ તો 1803 બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment