સુરત શહેરમાં અત્યંત વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાનમાં રાખતા રાત્રી કર્ફ્યુ નો સમય વધારીને 9:00 થી સવાર ના 6:00 કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને મહાનગરપાલિકા દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત શહેરમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા આવ્યું છે અને શનિ-રવિ શહેરમાં મોલ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત જીમ, સ્વિમિંગ પૂલ, શાળા કોલેજ, બાગ બગીચા ઉપરાંત અન્ય વસ્તુઓ પણ બંધ કરવામાં આવી છે.
સુરત શહેરની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ કોરોના ના કેસો વધતા રાખજે કર્ફ્યુ લગાવામાં આવ્યું છે અને અમદાવાદમાં પણ રાત્રી કર્ફ્યુ નો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં BRTS અને AMTS સેવા અનિશ્ચિત સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી છે. રાજ્યના એક હજારને પાર કોરોના પોઝિટિવ બેસવા આવી રહ્યા છે.
અને સૌથી વધારે કેસ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આવી રહા છે.અમદાવાદ શહેરમાં વધતા કોરોનાવાયરસ ની સામે અમદાવાદ મહાનગરપાલિકા એક્શન મોડ માં આવી ગયું છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજ સાંજ થી પાન માવાના ગલ્લા અને ચા કીટલી પર ચેકિંગ હાથ ધરાશે. સામાજિક અંતર અને અનેક નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અને આ ઉપરાંત શોપિંગ મોલમાં પણ સોલીડ વેસ્ટ વિભાગ કાર્યવાહી કરાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment