કોરોના ની બીજી લહેર ઘટે રહી છે. ત્યારે ફરી એક વખત 6 રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેના મુખ્ય મંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરશે. આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ રીતે મિટીંગ કરશે.
જેમાં કેરળ, ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે આ 6 રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે.
આની પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિલ સ્ટેશન અને બજારોમાં કોરોના નિયમોનો ભંગ થાય છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઉપરાંત સાથે તેમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ભારે આપવાની વાત કરી હતી.
તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારના રોજ વારાણસી પહોંચ્યા હતા. તેઓએ કોરોના લોકો જે બેદરકારી કરી રહ્યા છે તે બેદરકારી લોકોને ન કરવા અંગે અપીલ કરી હતી.
આજરોજ પ્રધાનમંત્રી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોરોના ની સ્થિતિ અને રસીકરણ ને લઈને વાતચીત કરશે. ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેરળ સિવાય તમામ રાજ્યોમાં ભારત ના કુલ કેસ ના 73.4 ટકા કેસ જોવા મળી રહ્યા છે. આ સિવાય પોઝિટિવ રેટ 10 ટકાથી પણ વધારે રહ્યો છે.
ઉપરાંત તમિલનાડુ અને ઓરિસ્સામા રસીની અછતના ની ફરિયાદો આવી રહી છે તેના કારણે ઓરિસ્સામાં રસીકરણ કાર્યક્રમ પર રોક લગાવ્યો છે. ઉપરાંત તમિલનાડુમાં પણ ગયા અઠવાડિયે રસીનો જથ્થો ખૂટી ગયો તેની ફરિયાદો સામે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment