બ્રિટનમાં 24 કલાકમાં અચાનક જ 223 લોકોના મૃત્યુ થતાં ભારે ચિંતા ફેલાઇ છે. નિષ્ણાંતો માને છે કે AY.4.2 સંભવિત રૂપે વધુ ચેપી છે. ભારતમાં 24 કલાકમાં કોરોના ના નવા 14,623 દર્દીઓ મળ્યા છે. મંગળવારે બ્રિટનમાં 223 લોકોના મોત થયા છે.
જે આ વર્ષે માર્ચ પછીનો સૌથી મોટો આંકડો છે. બીજી બાજુ કોરોના ના નવા 43738 કેસો પણ નોંધાયા છે તેનું સૌથી મોટું કારણ યુકેમાં ડેલ્ટા નું નવું વેરીએન્ટ AY.4.2 માનવામાં આવે છે.ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની માં થોડો વધારો નોંધવામાં આવ્યો છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં 14623 નવા કેસો મળી આવ્યા છે.
આ દરમિયાન 197 દર્દીઓના મોત થયા હતા.નવા આંકડાઓ સહિત દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3 કરોડ 41 લાખ 8 હજાર 996 થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર 651 દર્દીઓના મોત થયા છે અને દેશમાં હાલમાં 1 લાખ 78 હજાર 98 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના ના નવા 1638 નવા કેસો આવવાથી ચેપગ્રસ્ત લોકો ની કુલ સંખ્યા વધીને 65,94,820 થઈ ગઈ છે જ્યારે વધુ 49 દર્દીઓના મોત ને કારણે મૃત્યુ આંક 1,39,865 પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment