ખાનગી શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ને શિક્ષકે મન ફાવે તેમ ધોલાઇ કરતાં, વિદ્યાર્થી નું મૃત્યુ…

Published on: 10:23 am, Thu, 21 October 21

અહિંસાનો પાઠ ભણાવનાર શિક્ષક પર ઉતરી આવ્યો. રાજસ્થાની તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ચુરુ માં આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર કોલાસર ગામમાં બુધવારના બપોરના રોજ એક શિક્ષક દ્વારા ધોરણ-7 માં અભ્યાસ કરતા બાળકની મનફાવે તેમ ધોલાઈ કરવામાં આવી હતી.

જેના કારણે બાળકનું મૃત્યુ થયું હતું.. આ સમગ્ર ઘટનામાં 13 વર્ષના બાળકને એટલો જ વાંક હતો કે તે હોમ વર્ક કરીને ન આવ્યો હતો. મળતી માહિતી અનુસાર શિક્ષકે બાળકને જમીન પર પટકી પટકીને લાત-મુક્કા વડે મન ફાવે તેમ ધોલાઈ કરી હતી.

જેના કારણે બાળકને નાક ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેના કારણે બાળક બેભાન થઈ ગયું હતું. અને જ્યારે બાળક ભાનમાં ન આવ્યો ત્યારે શિક્ષક બાળકને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટર દ્વારા બાળક મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું.

આરોપી શિક્ષક

 

આ ઘટનાને લઇને બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને પિતાની ફરીયાદના આધારે પોલીસ દ્વારા શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં સુધી શિક્ષક મિત્રોની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શાળાની માન્યતા રદ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર શાળા આરોપી શિક્ષક ના પિતાની છે. મળતી માહિતી અનુસાર બાળકની પબ્લિક સ્કૂલમાં પહેલા ધોરણથી અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકનું નામ ગણેશ હતું અને તેની ઉંમર 13 વર્ષની હતી.

ગણેશ બુધવારના રોજ શાળાએ ગયો હતો, અને હોમવર્ક નહી કરવાના કારણે મનોજ નામના શિક્ષકે ગણેશ ની ધોલાઈ કરી હતી. અને તેના કારણે ગણેશ નું મૃત્યુ થયું હતું. પોલીસે શિક્ષક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગણે છે પંદર દિવસ પહેલાં પોતાના પિતા સમક્ષ શિક્ષકની ફરિયાદ કરી હતી કે મનોજ કોઈપણ કારણ વગર મારી ધોલાઇ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખાનગી શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ને શિક્ષકે મન ફાવે તેમ ધોલાઇ કરતાં, વિદ્યાર્થી નું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*