કોરોના વાયરસ ના સતત વધી રહેલા કેસો વચ્ચે રાજસ્થાન સરકારે 5 માં ધોરણ સુધીના વિધાર્થીઓની પરીક્ષા ન લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજસ્થાન સરકારે કોરોના વાયરસ ના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને સરકારી શાળામાં 5 માં ધોરણ થી હાલના શિક્ષણ સત્રમાં કોઈ પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો છે.
ધોરણ 1 થી 5 સુધીના બાળકોને સ્માઈલ -1 અને સ્માઈલ -2 આવો ઘર સે સિખે કાર્યક્રમ ના આધારે અન્ય ધોરણમાં પ્રમોટ કરાશે અને આ પ્રમોશન 1 એપ્રિલ 2021 કરાશે અને આ માટે કોઈ પરીક્ષા રહેશે નહીં.
નવા ક્લાસમાં પ્રવેશ માટે એકને તારીખ નક્કી કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર ધોરણ 6 અને 7 ના બાળકો ની પરીક્ષા 15-22 એપ્રિલ સુધી શાળા સ્તરે લેવાશે.
અને આ સાથે જ 9-11 મા ધોરણની પરીક્ષા 6-22 એપ્રિલ સુધી જિલ્લા સ્તરે લેવાનું શરૂ કરાશે. ધોરણ આઠ ની પરીક્ષા બોર્ડ પેટર્ન પર આયોજિત કરાશે અને ધોરણ 6,7,9 અને 11 ની પરીક્ષાનું પરિણામ 30 એપ્રિલે જાહેર કરાશે.
બાળકોના આગામી ધોરણમાં પ્રવેશ ને એક મેથી શરૂ કરવામાં આવશે. સ્કૂલ શિક્ષામંત્રી ગોવિંદસિંહે ટ્વિટ કર્યું કે કોરોના ના કારણે જન્મેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરીક્ષાઓ વિશે સંવેદનશીલતા થી નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment