ગુજરાતમાં કોરોના બેકાબૂ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કર્યુ આ તાબડતોડ કાર્ય…

ગુજરાતના કોરોના સંક્રમણ બેકાબૂ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક રાજ્યના આઠ મનપાના કમિશનર સાથે બેઠક કરી હતી. છેલ્લા 24 કલાકમાં કેસમાં ખૂબ જ વધારો થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મિટિંગ કરવાનો આદેશ આપ્યો હતો.

આ મિટિંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ના દર્દી ને બચાવવા માટે જરૂરી ઇન્જેક્શન વિશે ચર્ચા કરી અને રાજ્યમાં કોરોનાવાયરસ ના ટેસ્ટિંગ મુદ્દે પણ આ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી.

અને કોરોના ની રસી લેવા પર વધારો કરવા માટે આદેશ આપ્યા.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં છ હજાર કેસો નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,179,81 દર્દીઓને કરોના થી મુક્તિ મળી છે.

ગઈકાલે રાજ્યમાં કોરોના ની સારવાર દરમ્યાન 55 લોકોના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 4855 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં દિવસો વધતા કોરોના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે.

અને મૃત્યુના પ્રમાણમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે રાજ્યમાં 30,680 એક્ટિવ છે.ગુજરાતમાં રસીકરણ ની કામગીરી ચાલુ હોવા છતાં રાજમાં બેફામ કેસો વધી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત શહેરમાં 1174 કેસ જેમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી 295 કેસ નોંધાયા છે.

આની સાથે રાજકોટમાં 503 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 73 કેસ નોંધાયા છે. તેના કારણે રાજકોટ શહેરમાં હા કામ મચી ગઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*