ભારતે રસીકરણનો આંકડો સો કરોડને પાર કર્યો છે અને જનતાને એમ થઈ રહ્યું છે કે કોરોનાને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસની વાત કરીએ તો કોરોના સંક્રમણ ઘણું ખરું વધ્યું છે અને તેનું પ્રમાણ આપે છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના આંકડાઓ.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 કેસ નોંધાયા છે અને ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે. વડોદરામાં સંક્રમણ રફ્તાર પકડી રહ્યાનો ભય સતાવી રહ્યો છે.રાજ્યમાં કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા 192 થઈ ગઈ છે. આજે કોરોના ના કારણે દર્દીનું મૃત્યુ નહીં થયું અને રાજ્યભરમાં અત્યાર સુધીમાં 10088 મૃત્યુ થયા છે.
ભારતમાં કોરોનાના મામલામાં ઉતાર-ચઢાવ જારી છે. ગુરુવારની સરખામણીમાં આજે કોરોનાવાયરસ ના મામલામાં 11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા નું માનીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ ના 14348 નવા કેસ સામે આવ્યા છે.
પણ મોત ની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. દેશમાં શુક્રવારે 805 લોકોના મોત થયા છે.જેમાં કેરળનો આંકડો વધારે છે. મોતના મામલામાં અપ્રત્યાશિત વૃદ્ધિનું કારણ છે કે કેરળના જુના ડેટાને નવા કોરોના ના આંકડા માં સામેલ કરવામાં આવ્યા છે.
દેશમાં ગત વર્ષે 7મી ઓગસ્ટે સંક્રમિત વ્યક્તિ ની સંખ્યા 20 લાખ,23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ અને 28 સપ્ટેમ્બર 60 લાખ,11 ઓક્ટોબર 70 લાખ,29 ઓક્ટોમ્બર 80 લાખ અને 23 જુને 3 કરોડ ને પાર ચાલ્યા ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment