કોરોના મહામારી : રાજ્યમાં આજથી 15 એપ્રિલ સુધી જમાવબંધી નો આદેશ.

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ના શહેર વધતા જતા રાજ્ય સરકારે મિશન બિગેન અંતર્ગત બહાર પડેલી નવી માર્ગદર્શિકા માં 15 એપ્રિલ 2021 સુધી લોકડાઉન કાયમ રાખ્યું છે જ્યારે સંપૂર્ણ રાજ્યભરમાં આજ રોજ રાતના આઠ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી જમાવબંધી લાગુ કર્યું છે.

હોટલ, રેસ્ટોરન્ટ, બાર, ઓડિટોરિયમ, બાગ બગીચા, સિનેમાગૃહ, ચોપાટી ને રાત્રે આઠ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે અને આ નિયમોનો ભંગ કરનારને એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.

રાજ્ય સરકારના મિશન બીગેન અગેન અંતર્ગત રાત્રિના આઠ થી સવારના સાત વાગ્યા સુધી ઘરની બહાર પણ એકત્રિત થવા ની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ નિયમનો ભંગ કરનાર પતિ વ્યક્તિને 1000 રૂપિયા દંડ વસુલ કરાશે. દરિયાકિનારે, બાગ-બગીચા સિનેમાગૃહ, સાર્વજનિક સ્થળો, સભાગૃહ, ઉપાહારગૃહ, મોલ રાત્રિના આઠ થી સવારના સાત વાગ્યા સુધી બંધ રહેશે.

માત્ર હોટેલથી આ સમયમાં હોમ ડિલિવરી શરૂ કરવામાં આવશે.માસ્ક ન પહેરનારને વ્યક્તિદીઠ 500 હું ક્યારે થશે અને સાર્વજનિક સ્થળોએ થુંકનાર ને 1000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.

કોઈપણ પ્રકારના સામાજિક,ધાર્મિક, રાજકીય કાર્યક્રમો અને મેળાવડા ને પરવાનગી આપવામાં આવશે. સભાગૃહ અથવા નાટ્યગૃહ ને કોઈપણ કારણ વગર ઉપયોગમાં લઇ શકાશે નહીં. ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાખી શકાશે.

જ્યારે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં વિભાગના વડા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની હાજરી બાબતે સંખ્યા નક્કી કરશે, એમ રાજ્ય સરકારના પત્રકમાં જણાવાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*