વિશ્વભર મા કોરોના ના બદલાયેલા નવા સ્વરૂપના કારણે દહેશત વ્યાપી ગઈ છે. દેશ-વિદેશના મુસાફરોની શારીરિક ચકાસણી થઈ શકે તે માટે ગુજરાત સરકારે નવા સ્વરૂપ ની ચકાસણી માટે નું ટેસ્ટીંગ મશીન પણ ખરીદી લીધું છે. ગુજરાત રાજ્ય સરકારે આ ટેસ્ટીંગ મશીન અમેરિકાથી ખરીદ્યો છે.
જેની કિંમત 15 કરોડ જેટલી થવા જાય છે. આ નવા સ્વરૂપ ની ચકાસણી માટે ના અત્યાધુનિક ટેસ્ટીંગ મશીન થી જીનોમ્સ સીકવેસિંગ ટેસ્ટીગ ની કામગીરી વધુ ઝડપી બનશે. આ મશીનથી હજારોની સંખ્યામાં જીનોમસ સીકવેસિંગ ચકાસણી કરી શકાશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના એ ફરી એકવાર માથું ઉંચક્યું છે તેનો નાગરિકોને અહેસાસ થઈ રહ્યો છે. ચિંતાજનક રીતે કોરોના આગળ વધી રહ્યો છે તેમજ 70 જેટલા કેસ પણ નોંધાયા છે. જેમાં મહાનગરોનો સમાવેશ થવા સાથે ગ્રામ્ય માં પણ સંક્રમણ પ્રસરી રહ્યો છે.
આ સંખ્યામાં અમદાવાદમાં 13, જામનગરમાં 10, સુરતમાં 9, વડોદરામાં 12, વલસાડમાં 5, નવસારીમાં 5, કચ્છમાં 3, આણંદમાં 4, રાજકોટમાં 4 કેસ નોંધાયા છે.રાજ્યમાં કોરોના સંક્રમણ નો કહેર દબાતે પગલે આગળ ધપી રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસમાં
દક્ષિણ ગુજરાતના સુરત ની બે શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવતા એક અઠવાડિયા માટે શાળા બંધ કરી દેવામાં આવી છે ત્યારે નવસારી પંથકમાં બે વિદ્યાર્થી સહિત પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત નીકળતા ફફડાટ વ્યાપી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment