મધ્યપ્રદેશના ભાજપના ઉપાધ્યક્ષ આલોક શર્મા શબ વાહિની સાથે ફોટો પડાવી ને વિવાદોમાં સપડાયા છે. કોરોનાની ભયજનક સ્થિતિમાં જયારે હોસ્પિટલમાં દર્દીઓથી ઊભરાઈ રહી છે. ઓક્સિજન અને શબવાહીની ઓની પણ અછત સર્જાઇ રહી છે.
આલોક શર્મા એ સોમવારે ભોપાલ ની હોસ્પિટલો માટે 6 શબ વહિનીએ પ્રદાન કરી હતી. આ વાહનો ની સાથે તેમને ફોટોઝ લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા જે બાદ વિવાદ સર્જાયો હતો.
શબ વાહિની સાથે ફોટો શેર કરીને આલોક શર્માએ ટ્વિટર પર લખ્યું કે, મિત્રો આ સંકટ ના સમયમાં એક બીજાની મદદ કરવી જોઈએ. આજ ભાવનાને કારણે હોસ્પિટલ માં શવ વાહિનીઓની અછત જોતા 6 શવ વાહીનીઓની વ્યવસ્થા કરી છે.
વિવિધ હોસ્પિટલ દ્વારા તેની મફત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આની પહેલા ઇન્દોરના ભાજપના મંત્રી તુલસી રામ સિલાવત દ્વારા જ્યારે ઓકસીઝન ટેકટર ની પૂજા અને નારિયેળ ફોડતા ફોટો સામે આવ્યા હતા.
ત્યારે પણ ભારે વિવાદ સર્જાયો હતો અને તેમની ખૂબ આલોચના થઈ હતી. કોરોનાને લઈને રાજકીય પક્ષો શરૂઆતથી જ રાજકારણ રમતા જોવા મળી રહ્યા છે. તેવામાં હવે આલોક શર્મા દ્વારા આ ફોટો સોશિયલ મીડિયા પર મુકાતા ફરી રાજકારણ ગરમ થયું છે.
કોંગ્રેસે આરોપ લગાડયો છે કે શર્મા ના આ કાર્યક્રમ દરમ્યાન શબ વાહનોને રોકી રાખવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલુજે લખ્યું કે શરમ કે બેશરમ લોકો?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment