કોરોના મહામારી વચ્ચે વધુ એક મોટી પરીક્ષા સ્થગિત, શિક્ષણ મંત્રીએ આપી આ જાણકારી.

84

કોરોના ના વધતા જતા કેસો વચ્ચે UGC નેટ ની પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નીશંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણ ને ધ્યાનમાં રાખી ને.

DGGTA ને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલ ની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે.પરીક્ષા ની નવી તારીખ હવે પછી જાહેર કરાશે અત્યાર સુધી કોરોના ના કારણે દેશના તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

કોરોનાવાયરસ ના કારણે અનેક રાજ્યોમાં કડક પ્રતિબંધ છે. કેન્દ્રીય મંત્રી ટ્વીટ કરીને લખ્યું કે, કેન્ડીડેટ્સ અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને યુજીસી નેટ મે 2021 પરીક્ષાને સ્થગિત કરવાની સલાહ આપી હતી.

હું તમામ ને સુરક્ષિત રહેવા તથા કોરોના માટે જરૂરી સાવધાની રાખવાની વિનંતી કરું છું.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 11,403 નવા કેસ નોંધાયા છે

તો સંક્રમણના કારણે 117 લોકોના મોત નિપજ્યા છે અને આ સાથે 4179 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 68000 ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 341 લોકો વેન્ટીલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!