ગુજરાતમાં દારૂબંધીને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. દારૂબંધી અંગે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ધૂમ વેચાય છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છુટ થી દારૂનું વેચાણ થાય છે.
જો દારૂને કાયદેસર કરવામાં આવે તો સરકારને ટેક્ષ રૂપી ફાયદો મળી શકે છે.ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે કહ્યું કે ગાંધીજીના નામે વર્ષો સુધી મતો લેનાર કોંગ્રેસ ગાંધીના વિચારોને અપનાવવા તૈયાર નથી. ભાજપ બાપુના ગુજરાતમાં ક્યારેય દારૂબંધી હટાવશે નહિ.
દારુબંધી ને લઈને કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ ના બચાવમાં ઉતર્યા અને કહ્યું કે દારૂબંધી મામલે ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે અને ભાજપના મળતિયા જ દારૂ વેચી રહ્યા છે.
નોંધનીય છે કે દારૂબંધીના રાજકારણ વચ્ચે અંબાજી ખાતેથી પોલીસે રાજસ્થાનથી આવી રહેલી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. શંકાના આધારે પોલીસે કારનો પીછો કરતાં ડ્રાઇવર કાર ને છોડી ભાગી ગયો હતો.
પોલીસે તલાશી લેતા કારમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો અને કાર સહિત સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment