આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારથી દરેકે સમાજના, દરેક ધર્મના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. તે દર્શાવે છે કે આજે ગુજરાતમાં આમ આદમી પાટે દરેક લોકો આશા રાખી રહ્યા છે.
ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવી રહી છે અને એટલે જ બીજી પાર્ટીના ઈમાનદાર લોકો જન સેવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેવામાં ઓખા નગરપાલિકા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના કોર્પોરેટર જરીનાબેન હારુનભાઈ કુરેશી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ પોતાની સાથે 100 થી પણ વધારે મહિલા કાર્યકર્તાઓ સાથે જન સેવામાં યોગદાન આપવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
વધુમાં વાત કરતા ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલજીની જનતાના મુદ્દા ઉઠાવીને રાજનીતિથી પ્રભાવિત થઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા સેક્રેટરી મેઘાભા હાથલ, હિંમતસિંહ માણેક, વિધાનસભા સંગઠન મંત્રી કાનભા માણેક, જિલ્લા સંયુક્ત સચિવ ડેપારભાઈ વિક્રમભાઈ અને એસી વિંગના જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ રોશીયા દ્વારા ઓખા નગરપાલિકા વોર્ડ નંબર બેના કોંગ્રેસના કોર્પોરેટર ઝરીનાબેન તેમની સાથે સૌથી વધુ મહિલા કાર્યકર્તાઓ લઈને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment