ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. સતત વધતા હાર્ટ એટેકના બનાવ વચ્ચે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં અમદાવાદ શહેરના કોંગ્રેસના સોશિયલ મીડિયાના મંત્રીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
ઘટના બનતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. નાની વયને ઉંમરે હાર્ટ એટેક આવતા કોંગ્રેસના સોશિયલ મીડિયાના મંત્રીનું નિધન થતા જ તેમના પરિવારજનો અને કોંગ્રેસ પક્ષમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કોંગ્રેસના સોશિયલ મીડિયાના મંત્રી નું નામ વિશાલભાઈ સોલંકી હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી. વિશાલભાઈ સોલંકી ગઈકાલે રાત્રે તેમના ચાંદખેડા ખાતેના નિવાસ્થાને હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
જેના કારણે વિશાલભાઈ સોલંકીનું મોત થયું હતું. વિશાલભાઈ સોલંકી છેલ્લા 8 વર્ષ કરતા પણ વધારે સમયથી કોંગ્રેસના કાર્યકર્તા હતા. વિશાલ ભાઈના મોતના સમાચાર મળ્યા બાદ કોંગ્રેસના નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
ગુજરાતમાં સતત વધતા હાર્ટ એટેકના બનાવનાર કારણે હવે ગુજરાત એવો ચિંતામાં મુકાઈ ગયા છે. સૌપ્રથમ મોટી ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા હતા અને હવે બાળકો અને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment