ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ગઈકાલે એક પૂજા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે આપેલા ભાષણ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે જગદીશ ઠાકોર કડીના વડી ગામમાં મહાશત્ર પૂજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાં જગદીશ ઠાકોર ભાજપ ના 25 વર્ષ શાસન સામે સવાલો કર્યા હતા અને રાજ્યમાં શિક્ષણ તથા રોજગારી ના મુદ્દા પર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અને ત્યાંના લોકોને કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો દરેક ઘરમાં 1-1 સરકારી નોકરી આપવાની વાત કરી હતી.
આ ઉપરાંત જગદીશ ઠાકોરે કહ્યું હતું કે સભામાં ઉપસ્થિત વ્યક્તિઓમાંથી છેલ્લા પાંચ વર્ષમાં સરકારી નોકરી મેળવી હોય તેવા યુવાઓને સન્માન માટે બોલાવ્યા. ત્યારે સભામાં કોઇ પણ આગળ ન આવ્યો.
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસ સરકાર લાવો તો ઘર માં બે બે નોકરી આપીએ,જો આમ ન કરીએ તો અમારી જન્મ દેવાવાળી… pic.twitter.com/7BqKgbKbwc
— GUJJU ROCKZ (@gujju_rockz) December 12, 2021
ત્યારબાદ જગદીશ ઠાકોરે રાજ્ય સરકારના વર્ષે એક કરોડની રોજગારી આપવાના દાવા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે, તમારામાંથી આ ઉભા છે.
એમાંથી કોઈ તલાટી, કોઈ પોલીસમાં પસંદ થયો હોય, કોઈ ક્લાર્ક માં પસંદ થયો હોય, કોઈની આંગણવાડીમાં નોકરી મળી હોય એવા અહીં સ્ટેજ પર આવે. મારે તેમનું સન્માન કરવું છે. પરંતુ ત્યાં સ્ટેજ પર કોઈ પણ ન આવ્યું. આ ઉપરાંત જગદીશ ઠાકોરે કહ્યું કે, અલ્યા એક તો આવો, એક વર્ષ કરોડ નોકરી આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment