છેલ્લા કેટલાય મહિનાઓથી દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. પરંતુ હવે ખેડૂત આંદોલન જંતર-મંતર માં ‘કિસાન સંસદ’ કરશે. એ માટે ખેડૂતો જંતર-મંતર પહોંચી ગયા છે. ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં જંતર-મંતર પહોંચ્યા છે.
આ ઉપરાંત જંતર-મંતર પર કિસાન સંસદ લાગશે જેમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૌત પણ સામેલ હશે. તેમજ 200 ખેડૂતોનું જૂથ બસ દ્વારા સિંધુ બોર્ડરથી જંતર-મંતર પહોંચી રહ્યું છે. આ સમગ્ર પ્રદર્શન અને સવારના 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ચાલશે.
ત્યારે દિલ્હી પોલીસ દ્વારા જંતર-મંતર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં કૃષિ કાયદાની વિરુદ્ધ પાટી સાંસદોના પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
પરંતુ કિશન સંસદ પર કંઈ બોલ્યા નહીં. આ ઉપરાંત લોકસભા અને રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત થયા બાદ જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બહાર નીકળ્યા ત્યારે પત્રકાર દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા પરંતુ રાહુલ ગાંધીએ તો મોન ધારણ કર્યું હતું.
પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધી એ આ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું છે. આ ઉપરાંત સ્વરાજ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ પણ આજે કિસાન સંસદમાં સામેલ થયા હતા.
આ ઉપરાંત તેમણે કહ્યું કે રૂટમાં કોઇ બદલાવ નથી. પોલીસ સાથે વાતચીત થઈ છે તે જ રૂટ પર આગળ વધશે. આ ઉપરાંત ખેડૂતના પ્રદેશોની વચ્ચે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે અમે ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment