ગુજરાતમાં કોરોના દર્દીઓને હોસ્પિટલમાં ભારે ધસારાને પગલે રાજ્યમાં ઓક્સિજન અછત વર્તાય રહી છે. અમિત ચાવડાએ મુકેશ અંબાણીને ઓક્સિજન પૂરો પાડવા માટે પત્ર લખ્યો છે. ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ના કારણે હાલત ખરાબ થઈ રહી છે.
સંક્રમણ વધી રહ્યું છે અને સામે હોસ્પિટલો પણ ફૂલ થઇ રહી છે. આ બધા વચ્ચે સૌથી મોટી આફત એ થઈ રહી છે કે હોસ્પિટલમાં ઓક્સિજન ની ભારે અછત વર્તાઈ રહી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે મુકેશ અંબાણીના પત્ર લખી રાજ્યને ઓક્સિજન આપવાની માંગ કરી છે. તેઓએ લખ્યું છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ફ્રીમાં ઓક્સિજન રિલાયન્સ દ્વારા આપવામાં આવે. ઉલ્લેખનીય છે.
કે મુકેશ અંબાણીની રિલાયન્સ દ્વારા મહારાષ્ટ્ર ને 100 મેટ્રિક ટન ઓક્સિજન વિનામૂલ્યે આપવામાં આવ્યો છે. જેનું ઉત્પાદન જામનગરમાં થઈ રહ્યું છે.
અંબાણીની કંપની રિલાયન્સ લિમિટેડ જામનગર ખાતેની તેની રિફાઇનરી માંથી ઓક્સિજન કાઢીને મહારાષ્ટ્ર ને મફતમાં પુરો પાડી રહી છે. ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઇ રહી છે.
ત્યારે મુકેશ અંબાણી મહારાષ્ટ્ર ને મફત માં ઓકસીઝન પૂરો પાડવાનું કામ શરૂ કર્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પણ ઓક્સિજનની ભારે અછત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment