મોતના આંકડા છુપાવાને લઈને કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર લગાવ્યો સીધો આક્ષેપ,જાણો શું કહ્યુ?

જ્યારથી આ મહામારી શરૂ થઈ છે ત્યારથી રાજ્ય સરકાર દ્વારા વાયરસ ના કેસ અને તેનાથી થનારા મોતના આંકડામાં જણાવવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર આક્ષેપ કર્યા હતા.

અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં વાયરસના કારણે બે લાખ જેટલા મોત થયા છે પરંતુ સરકાર આંકડા છુપાવી રહી છે ઉપરાંત તેમને કહ્યું કે સરકાર વાયરસના નિયંત્રણમાં નિષ્ફળ ગઈ છે.

અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં વાયરસની સ્થિતિ ગંભીર બની કે બેડ, દવા, ઓકસીઝન, વેન્ટીલેટર, ખૂટી પડ્યા જેના માટે સરકારના અણઘડ વહીવટ જવાબદાર છે. અમિત ચાવડાએ કહ્યું કે દરેક ડિઝાસ્ટર ના બે પાસાઓ હોય છે.

એક શિક્ષાત્મક અને બીજું કલ્યાણ પાસુ. સરકાર લોકો પાસેથી દંડ વસૂલી અને શિક્ષાત્મક પાસનો અમલ કરે છે પરંતુ લોકોના કલ્યાણને અવગણના કરે છે. નેશનલ ડિઝાસ્ટર એક્ટ પ્રમાણે જ્યારે કોઈ કુદરતી આપદા આવે છે.

અને તેનાથી લોકોના મૃત્યુ થાય છે તો તેની સરકાર તરફથી તેમના પરિવારને સહાય આપવામાં આવે છે. અમિત ચાવડાએ માંગ કરી છે કે અત્યાર સુધી આ વાયરસના કારણે જેટલા લોકોના મોત થયા છે.

તેમના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. આના મોતના આંકડાઓ અંગે સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકાર લોકોના મોત સાથે રમત રમી રહી છે.

સરકારી આંકડાઓ છુપાવે છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ વાયરસથી થયેલા મોત આ અંગે માહિતી મેળવશે અને સરકાર સમક્ષ રજૂ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*