ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના ના કેસો આવતા ફરી વધી ચિંતા, ટેક્સટાઇલ માર્કેટ બંધ થવાના ભણકારા !

કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉન માં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ પડી ભાગ્યો હતો. કર્મચારીઓ ને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે ડાયમંડ અને ટેકસટાઇલ ઉધોગને ફરી શરૂ કરવાની છૂટ આપવામાં આવી હતી. ફરી એક વખત કોરોના ના કેસો સતત વધતા થોડાક દિવસ માટે ડાયમંડ અને ટેકસટાઇલ ઉધોગ બંધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની નવી ગાઈડ લાઇન સાથે ફરી આ ધંધો ચાલુ કરવાની છૂટ આપવામાં આવી હતી.

આ પરિસ્થિતિ વચ્ચે સુરતનો ડાયમંડ ઉદ્યોગ કોરોના નું હોટસ્પોટ બન્યો હતો પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીના કારણે ડાયમંડ ઉદ્યોગમાં સંક્રમણ ઓછું થયું હતું.ફરી એક વખત હવે ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે.સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના.કર્મચારી  દ્વારાઅલગ-અલગટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ.

કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના ના કેસો વધતા દરેક લોકોને ચિંતા વધી છે. આપણે જણાવી દઈએ કે સુરતની ચાર માર્કેટમાંથી 24 કેસ સામે આવતા સમગ્ર માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો.

હાલમાં ટેક્સટાઇલ માર્કેટ માં કામ કરતા દરેક લોકોના મનમાં પ્રશ્ન છે કે શું ફરી પાછું ટેક્સટાઇલ માર્કેટ બંધ થશે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*