હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક દીકરીના પિતાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પિતાનું સુસાઇડ કરવાનું કારણ જાણીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. પિતાએ પોતાની માત્ર એક દીકરીની કોલેજની ફી ભરવાની ચિંતામાં ઝેરી દવા પીને પોતાનું જીવન હતું.
મિત્રો એક તરફ ગુજરાતમાં દીકરી બચાવો અને દીકરી પઢાવો અભિયાન ચાલી રહ્યું છે અને બીજી બાજુ આવી ઘટનાઓ બની રહે છે. જો સતત આવી ઘટનાઓ વધતી રહી તો ગુજરાત કઈ રીતે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકશે. મળતી માહિતી અનુસાર આ ઘટના તાપીની અંદર બની હતી.
દીકરીની કોલેજની ફીની ચિંતામાં એક પિતાએ મજબુર બનીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ બકુલભાઈ મગનભાઈ પટેલ હતું અને તેમની ઉંમર 46 વર્ષની હતી. બકુલભાઈને પોતાની દીકરીની કોલેજની ફીની ચિંતામાં જંતુનાશક દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર બકુલભાઈનું મૃતદેહ ગોડધા ગામ સ્મશાનની નદી તરફ જતા કાચા રસ્તા પર મળ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
મિત્રો તમને જણાવી દે કે બકુલભાઈ પટેલનો દીકરો કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે બકુલભાઈની દીકરી માલીબા કોલેજ ખાતે અભ્યાસ કરે છે. મળતી માહિતી અનુસાર દિકરીની કોલેજ ચાલુ હતી અને ફી ભરવાની અંતિમ તારીખો હતી. બકુલભાઈની પરિસ્થિતિ સારી ન હતી કે તેઓ દીકરીની કોલેજની ફી ભરી શકે.
આ બાબતને લઈને બકુલભાઈ સતત ચિંતામાં રહેતા હતા. છેવટે બકુલભાઈ હિંમત હારીને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ બકુલભાઈ ના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment