આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં માનવતા બની શરમજનક, આ કિસ્સો મધ્યપ્રદેશના રીવા જિલ્લાનો છે. એક પરિવારમાં 80 વર્ષની વૃદ્ધ મહિલાની તબિયત ખરાબ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે પરિવારજનોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સ આવવાની પરિવારજનોએ ઘણા કલાકો સુધી રાહ જોઈ પરંતુ એમ્બ્યુલન્સ ન આવી.
ત્યારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. વૃદ્ધ મહિલાને ચાર દિકરીઓ છે તેમણે તેની વૃદ્ધ માતાને સારવાર અર્થે લઈ જવા માટે ખાટલામાં ઉચકીને સ્વાસ્થ્ય કેન્દ્ર પર જવા મજબૂર બની ત્યારે સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચતાં ડોક્ટરે તે વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરી. ત્યારે તો પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એટલે કે તેમને એમ્બ્યુલન્સ પણ ના મળી હતી.
એવી જ રીતે શબવાહિની પણ ના મળે ત્યારે ચાર મજબૂર દીકરીઓએ તેની મૃતક માતાને તેજ ખાટલા પર ઊંચકીને ઘરે પરત લાવી અને પાંચ કિલોમીટર ચાલીને તેમના ગામ લાવ્યા હતા. જણાવતા કહીશ કે આ 80 વર્ષની વૃદ્ધ મહિલા ની તબિયત બગડતા તેને ચાર દીકરીઓએ તેમને લઇને રાયપુર કર્ચ્યુલિયાન સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ ગઈ અને સારવાર અપાવી.
ત્યારે ડોક્ટરે તેને વૃદ્ધ માતાને તપાસ બાદ મૃત જાહેર કરી અને પરિવારજનોએ ગુજરાતીમાં ડોક્ટર પાસેથી શબવાહિની જાણકારી મેળવી તો પણ ત્યાંના લોકોએ તેને ના પાડી દીધી. ત્યારે ચારેય દીકરીઓ મજબૂર થઈને તેની વૃદ્ધ માતાને તેના ગામ ચાલીને ખાટલા ઉપર પરત લાવી. ત્યારે રસ્તામાં કોઈએ તેની મદદ ના કરી અને માનવતા ન બતાવી ઘણા લોકોએ તો આ મૃતદેહને લઈ જતી દીકરીઓને પૂછપરછ પણ કરી.
પરંતુ કોઈ મદદ ના કરી અને એટલું જ નહીં પરંતુ એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. અને ત્યાર બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રસ્તામાં રાયપુર વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશન પણ આવ્યું હતું તેઓએ પણ કંઈ મદદ કરી ન હતી અને સિસ્ટમ બનીને રહી ગઇ એમ કહેવાય.
આ હાલત પરથી જાણવા મળ્યું કે રાયપુર કર્ચ્યુલિયાન CHC માં કોઈ શબવાહિની નથી જે બેદરકારીના માટે જિલ્લા મુખ્યાલય જવાબદાર બની શકે છે. સ્વાસ્થ્ય વિભાગના એક મોટા અધિકારીએ એક શરત મૂકીને નામ ન આપવાની સાથે જણાવ્યું કે જિલ્લા મુખ્યાલય માં માત્ર રેડ ક્રોસ જ શબવાહિની આપવામાં આવે છે.
અને કોઈપણ જગ્યાએથી મતદાર લઈ જવા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા દેખાતી નથી અને જ્યારે દર્દીઓને એમ્બ્યુલન્સ આપવી એ સરકારની જવાબદારી બને છે અને મૃત્યુ પછી મૃતદેહ લઈ જવાની વ્યવસ્થા પણ તેઓને જાતે જ કરવી પડે છે ત્યારે આવી બેદરકારીને લીધે અમુક લોકોને તેનો ભોગ બનવું પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment