અમદાવાદથી ઈન્ટરવ્યૂ આપીને ઘરે આવી રહેલા, યુવક સાથે રસ્તામાં બની હોય એવું કે, યુવકનું કરુણ મૃત્યુ – પટેલ સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા…

મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના માળિયા રેલવે સ્ટેશન પર બની હતી. આ ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, માળિયાના જુથળ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ખાનપરા હાલમાં કેશોદમાં રહે છે. મનસુખભાઈનો 25 વર્ષે દીકરો હેમાંશુ અમદાવાદ અભ્યાસ અર્થે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ રાત્રે કેશોદ આવવા માટે હિમાંશુ અમદાવાદ-સોમનાથ મેલામાં બેઠો હતો. ટ્રેનમાં હેમાંશુને ઊંઘ આવી જવાના કારણે ટ્રેન કેશોદ રેલવે સ્ટેશનથી આગળ નીકળી ગઈ હતી. હિમાંશુની ઊંઘ ઉડે ત્યારે તેને ખબર પડી કે કેશોદ રેલવે સ્ટેશન નીકળી ગયું છે.

ત્યારબાદ તેને તેના પિતાને ફોન કરીને કહ્યું કે, કેશોદથી ટ્રેન નીકળી ગઈ છે. હવે હું માળિયા રેલ્વે સ્ટેશન ઉતરી જઈશ. ત્યાંથી હું કેશોદ આવી જઈશ. ટ્રેન માળીયા રેલ્વે સ્ટેશન પર પહોંચી, ત્યારે સામે સોમનાથ-રાજકોટ લોકલ ટ્રેન પર સ્ટેશન પર પડી હતી. લોકલ ટ્રેનમાં બેસવા માટે હિમાંશુ ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન આકસ્મિત રીતે તે નીચે પડી જાય છે અને આ ઘટનામાં હિમાંશુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. જેના કારણે હિમાંશુનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આ ઉપરાંત જૂથળ પટેલ સમાજના પ્રમુખ પરેશભાઈ શાગરીયા, ભીખાભાઈ વાછાણી, પારસ ભાઈ કોટડીયા સહિતના આગેવાનો રેલવે સ્ટેશન દોડી આવ્યા હતા. હિમાંશુના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મનસુખભાઈને સંતાનમાં એકનો એક દીકરો હતો તે પણ આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામ્યો છે. જેના કારણે મનસુખભાઈ પડી ભાંગ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*