શહેર માં વેક્સિન લેવાની બાબતમાં હવે અમદાવાદ મહાનગરપાલિકા હવે આકરા પાણીએ જોવા મળી રહ્યુ છે. મહાનગરપાલિકાએ ઘણા પગલાં ભર્યા અને ઘણી લોભામણી જાહેરાતો કરી. તેમ છતાં વેક્સિનેશન જોઈએ એ પ્રમાણે ન જતાં હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્યતંત્ર દ્વારા હવે નવા નવા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકો વેક્સિન લે તે માટે આરોગ્ય ટીમો સતત પ્રયત્ન કરતી રહે છે. તેમ છતાં હજુ પણ શહેરમાં દસ લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી.
આ લોકોને વેબસીનનું કવચ મળી જાય તે માટે કોર્પોરેશનને હવે નવી ઝુંબેશ હાથ ધરી છે.જેમા આરોગ્યની ટીમ હવે ઘરે ઘરે જઈને ચકાસણી કરી રહી છે.
જો કોઈએ વેક્સિન ન લીધી હોય તો તેને તાત્કાલિક રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.આ કામગીરી માટે શહેરમાં 300 જેટલી ટીમો કામે લાગી ગઈ છે.છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અભિયાનમાં કોર્પોરેશને અત્યાર સુધી 6.52 લાખ રોમાં ચકાસણી કરી છે
અને આ તપાસ દરમ્યાન 22994 લોકો એવા હતા જેમણે રસી નો એક પણ ડોઝ લીધો ન હતો. આવા લોકોને રસી મૂકવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment