રંગ બદલતું પક્ષી…! આ અદભુત પક્ષી આંખના પલકારામાં પોતાનો રંગ બદલી નાખે છે – જુઓ આ અદભુત વિડિયો…

હાલ તો twitter ના @wonder of science પર શેર કરવામાં આવેલો એ વિડિયો જેમાં એક એવું પક્ષી જોશો. જેની વિવિધ રંગી સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે અને એ અન્નના નો હમિંગ બર્ડ એક જ વારમાં એટલી બધી વાર રંગ બદલે છે કે તમે જોતા જ રહી જશો. હા, એ વાત સાચી છે કે માણસ વિકાસ અને શોધના ગમે તેટલા દાવા કરે પણ વાસ્તવિકતા એ છે કે કુદરતી સૌંદર્ય સામે તે ક્યાંય ટકી શકતો નથી.

ઘણીવાર પ્રકૃતિના એવા બધા રહસ્યો અને વિશેષતાઓ આપણી સમક્ષ આવતી હોય છે કે જે જોઈને સૌ કોઈ લોકોનું મન પ્રફુલિત કરી દેતી હોય છે. એવામાં જ હાલ એક રંગીન સુંદરતામાં પક્ષી જોવા મળ્યો છે જેનું નામ અન્નાનું હમિંગ બર્ડ છે એ વિડીયો તમે પણ જોઈ શકો છો જે વિડીયો ને હાલ 28 લાખથી વધુ મળ્યા છે.

એ પક્ષીની ખાસિયત એ છે કે દર સેકન્ડે રંગ બદલતુ એ પક્ષી કે જે સૌ કોઈનું મન મોહી લે. તમારા હૃદયને ચોક્કસ ખુશ કરી દેશે એવું આ પક્ષી જેનું નામ અન્ના હમિંગ બર્ડ ખૂબ જ નાનું છે, પરંતુ તેની સુંદરતા એટલી આકર્ષક છે કે તેને તમે વારંવાર જોશો તો પણ તેને ભૂલી શકશો નહીં.

એક અંગૂઠા પર લપેટાયેલ હમિંગ બર્ડ કે જેની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ધમાકેદાર રીતે વાયરલ થઈ રહી છે. અન્ના હમિંગ બર્ડની ખાસિયત એ છે કે તેની પાંખોમાં એક બે નહીં પરંતુ ઘણી બધી વૈવિધ્યસભર સુંદરતા જોવા મળે છે.જ્યારે પણ તેની ગરદન ખસેડી ત્યારે તેનો રંગ બદલાઈ ગયો અને દરેક ઝાડ પર અલગ અલગ રંગમાં તે જોવા મળે છે.

ક્યારેક ગુલાબી તો ક્યારેક લીલો, ક્યારેક સોનેરી રંગ ફેલાવતા એ હમિંગ બર્ડ જોઈને તો આપણું દિલ ખુશ ખુશ થઈ જાય. હમિંગ બર્ડ ઉત્તર અમેરિકાના પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારોમાં જ જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ આ પક્ષીનું નામ ડચેસ ઓફ રીબોલી અન્ના મસેના નામ પરથી પાડવામાં આવ્યું છે.

અને આ વિડીયો જેણે શેર કર્યો છે તેમણે કેપ્શન માં લખ્યું છે કે ‘અન્ના હમિંગ બર્ડના અદભુત રંગો તેમની પાકોની અંદરના નેનો સ્કેલ સ્ટ્રક્ચર્સ’માંથી પ્રકાશના વિખેરવાની કારણે થતા મેઘ ધનુષ્ય રંગો છે, ત્યારે તમે પણ એ વિડીયો જોવાનો ચૂકશો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*