દારૂબંધી અંગે મુખ્યમંત્રી રૂપાણી આપ્યું સત્તાવાર નિવેદન, જાણો.

94

ગુજરાત રાજ્યમાં જયારે વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે ત્યારે દારૂબંધી મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી નું મોટું નિવેદન સામે આવ્યું છે.તેઓએ કહ્યુ કે દારૂની છૂટ આપીશું તો રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નહીં રહે.

આજે ગૃહમાં મુખ્યમંત્રી રૂપાણી રાજ્યમાં દારૂબંધી ને લઈને ચર્ચા દરમ્યાન નિવેદન આપ્યો હતો.તેમને કહ્યુ હતું કે દારૂના વેચાણ ને ગુજરાત માં છૂટ નહિ આપીએ.દારૂની છૂટ ને કારણે મહિલાઓની સુરક્ષા ખતરામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત રાજ્યમાં રાત્રે મહિલાઓ સ્કૂટર લઈને નીકળી શકે છે તે દારૂબંધીના કારણે છે. દારૂની છૂટ અપાશે તો રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નહિ રહે.આવામાં ફરી એક વખત ગુજરાત રાજ્યમાં દારૂબંધી હશે નહીં.

તેની અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂબંધી હટાવો માટે કેટલાક લોકોની માંગ ઉઠાવી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી પણ થઈ ચૂકી છે.

બીજી બાજુ રાજકીય નેતા શંકરસિંહ વાઘેલા પર રાજ્યમાં દારૂની છૂટ આપવાની હિમાયત કરી ચૂક્યા છે.વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને જીવનમાં નારી નું શું મહત્વ છે.

તથા નારીના જીવનને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં પણ નારીઓના પ્રોત્સાહન આપવા માટે યુવાનોમાં આજના દિવસનો કેઝ છે ત્યારે ગુજરાત સરકારે પણ આજે મહિલા દિવસને લઈને આયોજન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!