કોરોના મહામારી ના કારણે છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યોમાં શાળાઓ અને કોલેજો બંધ છે. મુંબઈ,થાણે અને રાયગઢની શાળાઓ 26 જાન્યુઆરી પહેલા શરૂ થવાની સંભાવના છે. શિક્ષણ વિભાગે મુંબઈ, થાણે અને રાયગઢ જાન્યુઆરીની મધ્યમાં શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે એમ શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. મુંબઈ મ્યુનિસિપલ એજ્યુકેશન વિભાગ નો રિપોર્ટ મુંબઈ કમિશનરને સુપરત કરવામાં આવ્યો છે.
શાળા શરૂ કરવા અંગે કમિશનરના અંતિમ નિર્ણયની રાહ જોવાઇ રહી છે. થાણેમાં અને મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ શરૂ કરવાની યોજના છે.શિક્ષણ વિભાગ જાન્યુઆરીના મધ્ય સુધીમાં શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યો છે તેવું જાણવા મળ્યું છે.26 મી જાન્યુઆરી એટલેકે પ્રજાસત્તાક દિવસ પહેલા મુંબઈ, થાણે અને.
રાયગઢમાં શાળાઓ શરૂ કરવાની સંભાવના છે. મુંબઈ મ્યુનિસિપલ એજ્યુકેશન ડિપાર્ટમેંટ મુંબઈ કમિશનર ઇક્બાલ સિંહ ચહલ ને રિપોર્ટ આપ્યો છે. મુંબઈ-થાણેમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે.
તેથી હવે શાળા શરૂ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આ મામલે નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને ત્યાર બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment