હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં ધોરણ આઠ માં ભણતા એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી કૂદીને વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિદ્યાર્થીના આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ હચમચી જશો. વિદ્યાર્થીએ સાવ એટલે સાવ નાની એવી બાબતમાં આ પગલું ભર્યું છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની હાલત ખૂબ જ છે તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી સામે આવી રહી છે. અહીં એક શાળામાં વિદ્યાર્થી ટીચરને હાજરીમાં ક્લાસરૂમમાંથી દોડીને બહાર જઈને બીજા માળેથી નીચે કૂદી જાય છે
. જે દિવસે આ ઘટના બની તે દિવસે શિક્ષકે વિદ્યાર્થીને જમીન પર બેસવાની સજા આપી હતી. તે દિવસે વિદ્યાર્થીએ પોતાનું હોમવર્ક પણ કર્યું ન હતું. જેથી તે ખૂબ જ ચિંતામાં હતો અને ફરીથી સજા ન ભોગવવી પડે તેથી તે ડરના કારણે વર્ગખંડ માંથી બહાર દોડીને બીજા માળેથી નીચે કૂદી જાય છે. આ ઘટના ગુરૂવારના રોજ બપોરના સમય બની હતી.
શુક્રવારના રોજ આ વાતને લઈને ખુલાસો થયો હતો. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મયંક નામના વિદ્યાર્થીએ અચાનક જ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ ટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે, હોમવર્ક ન કરવાના કારણે વિદ્યાર્થી ડરી ગયો હતો અને ડરના કારણે તેને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે શિક્ષક અને પાંચ વિદ્યાર્થીઓના નિવેદન પણ લીધા છે. સમગ્ર ઘટના બન્યા બાદ શાળામાં ભારે હોબાળો બચી ગયો હતો. બાળકના પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલવા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીએ થોડાક દિવસો પહેલા ક્લાસના મિત્ર સાથે રીલ્સ બનાવ્યું હતું.
ધોરણ-8માં ભણતો વિદ્યાર્થી શાળાના બીજા માળેથી નીચે કૂદી ગયો, જાણો શા માટે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું… જુઓ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/dxvX8wqH2x
— GUJJU ROCKZ (@gujju_rockz) December 3, 2022
આ વાતની જાણ શિક્ષકને તથા તેને જમીન પર બેસવાની સજા આપી હતી. અને જે દિવસે ઘટના બની તે દિવસે મયંક પોતાનું હોમવર્ક કરીને ગયો ન હતો. તે દિવસે શિક્ષક હોમવર્ક તપાસી રહ્યા હતા. વિદ્યાર્થી પોતાનો નંબર આવે તે પહેલા હોમવર્ક પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોતાનો નંબર આવે તે પહેલા તો વિદ્યાર્થી અચાનક જ દોડીને ક્લાસરૂમની બહાર જતો રહે છે અને બીજા માળેથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment