હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શાળાની બિલ્ડીંગ પરથી નીચે પડતા ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની(student) નું મોત થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV footage) પણ સામે આવી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે એક વિદ્યાર્થીની શાળાની છત પરથી નીચે પડતી નજરે પડી રહે છે.
સમગ્ર ઘટના બન્યા બાદ લગભગ 9 મિનિટ સુધી દીકરી જમીન પર પડી રહે છે. શાળામાં કોઈની નજર જમીન પર પડેલી દીકરી ઉપર જતી નથી. આ ઘટના શુક્રવારના રોજ અયોધ્યામાં આવેલી સનબીમ સ્કૂલમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ પોલીસને જણાવ્યું કે, શુક્રવારના રોજ સ્કૂલમાં રજા હતી.
પરંતુ સવારે 8:30 વાગ્યાની આસપાસ શાળાના આચાર્યએ તેમની દીકરી અનન્યાને ફોન કર્યો હતો. ત્યાર પછી 9:30 વાગ્યાની આસપાસ શાળા માંથી ફોન આવે છે કે તમારી દીકરી અનન્યા હિંચકા ઉપરથી નીચે પડી ગઈ છે. તે ઇજાગ્રસ્ત થાય છે અને શાળાના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે.
ત્યાર પછી દીકરીના પિતા હોસ્પિટલ પહોંચ્યા હતા. વધુમાં મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે દીકરીના આખા શરીર ઉપર ઈજાના નિશાન હતા. હાલમાં તો પોલીસે દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ઘટનાના દિવસે શાળા બંધ હતી.
આવી સ્થિતિમાં એક મોટો પ્રશ્નએ છે કે, વિદ્યાર્થીની ને શાળાએ કેમ બોલાવવામાં આવી હશે? તે કેમ શાળાના છત પર ગઈ હશે? તે ત્યાંથી કેવી રીતે નીચે પડી હશે? હાલમાં તો આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા નહીં પોલીસ કામગીરી કરી રહે છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે દીકરીનું સારવાર દરમિયાન સાંજના 5 વાગ્યાની આસપાસ મોત થયું હતું.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલી દીકરીના પિતાનું કેવું છે કે, તેમની દીકરીને ધાબા ઉપરથી નીચે ફેંકી દેવામાં આવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment