દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની ભૂલ ના કારણે નિર્દોષ લોકોનો જીવ જતો રહેતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં કારચાલકની બેદરકારીના કારણે એક દોઢ વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુઃખદ ઘટના હરિયાણા ના પાણીપત જિલ્લામાંથી સામે આવી રહે છે. અહીં એક દોઢ વર્ષના બાળકને ઝડપી કાર ચાલકે કચડી નાખ્યો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પછી આસપાસના લોકો બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી કારક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર 30 ઓક્ટોબર ના રોજ માસુમ બાળકો પોતાના ઘર પાસે હતો. ત્યારે બપોરના સમયે બાળક ઘરની બહાર ગલીમાં રમી રહ્યો હતો.
ત્યારે એક ઝડપી કારે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટના બન્યા બાદ કારચાલક એક ગલીમાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment