ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી કોરોના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોના ના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર ધીમે ધીમે અનલૉક ની પ્રક્રિયા તરફ આગળ વધી રહી છે.
રાજ્ય સરકારની છૂટતા રાજ્યની જનતા ઓ ના નિયમ પાલન કર્યા વિના ગમે ત્યાં હરવા ફરવા જઈ રહી છે ત્યારે ત્રીજી લહેરનો ડર પણ વધવા લાગ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને ચેતવણી આપતા કહ્યું કે જો રાજ્યમાં કોરોના કેસમાં ફરી એક વખત વધારો થયો હતો.
રાજ્ય સરકાર નિયંત્રણ ફરી એક વખત કડક કરી દેશે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના ના કેસ ઘટી રહ્યા છે તેથી નિયંત્રણમાં છૂટછાટ આપવામાં આવી છે.
એવામાં જો રાજ્યમાં ફરીથી કોરોના ના કેસ વધશે તો નિયંત્રણ ફરીથી લગાવવામાં આવશે અને તેની સિવાય કોઈ રસ્તો નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ની આ વાત સાબિત થાય છે કે તેઓ રાજ્યમાં આવનારા સમયમાં તહેવારોમાં ભીડના કારણે ફરીથી કોરોના સંક્રમણ વધ્યું તો રાજ્ય સરકાર દ્વારા ફરીથી કોરોના કડક નિયમો લગાવી દેવામાં આવશે.
રાજ્યમાં આગામી દિવસમાં ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, રક્ષાબંધન, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ગયા વર્ષે લોકડાઉન ના કારણે એક પણ તહેવાર મનાવી શકાયા ન હતા.
ગુજરાત રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણ પર કાબૂ આવી ગયો છે. તો કોરોના નિયમનું ચુસ્ત પાલન નહીં કરો તો ફરીથી નવરાત્રી, જન્માષ્ટમી અને દિવાળી ઘરે જ ઉજવવી પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment