ગુજરાતમાંથી કુંભમાં જનારા યાત્રાળુઓ માટે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે.કુંભમાંથી પાછા આવનારા યાત્રાળુઓએ ફરજિયાત RT PCR ટેસ્ટ કરાવો પડશે. હરિદ્વાર માં ચાલતા કુંભ મેળાના યાત્રાળુઓને લઈ ગુજરાત સરકારમાં નો નિર્ણય કર્યો છે.
અને જે લોકો કુંભ મેળામાં ગયા હતા.તે લોકો પરત આવે ત્યારે તેઓએ RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.જ્યાં સુધી RTPCR ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કુંભ માંથી આવનારા યાત્રાળુઓએ આઇસોલેટ રહેવું પડશે.
કુંભના યાત્રીઓ સુપર સ્પેડર ન બને તે માટે સરકાર નો નિર્ણય થયો છે તમામ જિલ્લા કલેકટર ને રાજ્ય સરકારે આદેશ કરી દીધા છે.
મહત્વનું છે કે ઉત્તરાખંડ હરિદ્વાર મા કુંભ નું આયોજન થયું હતું. કોરોનાકાળ ની અસર કુંભ માં પણ જોવા મળી હતી.કુંભમાં 50 થી વધુ સાધુ સંતો સંક્રમીત થયા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે અને આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાવાયરસ ના કારણે થયા છે.
ગઇકાલે કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટીલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment